ગુજરાત
News of Wednesday, 2nd September 2020

વડોદરાના ડભોઇ-બોડેલી રોડ નજીક પોલીસને જોઈ દારૂ ભરેલ જીપ છોડી ભાગી જતા બે આરોપીને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

વડોદરા:ડભોઇ- બોડેલી રોડ પર પોલીસને જોઇને દારૃ ભરેલી જીપ છોડીને ભાગતા બે પૈકી એક આરોપીને જિલ્લા ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. પોલીસે દારૃની ૬૯૯ બોટલો કબ્જે કરી છે.

જિલ્લા ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ ડભોઇ- બોડેલી રોડ પર વાહન ચેકિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન પણ સોલી વસાહત તરફથી આવતી કાર પોલીસને જોઇને દૂર ઉભી રહી ગઇ હતી. અને કારમાંથી બે જણ ઉતરીને નાસવા લાગ્યા હતા. જેમનો પીછો કરીને પોલીસે () લાલુ ભાયાભાઇ તોમર (રહે. સાપરીયા, લુહાર ફળિયું, તા.સોંઢવા જિ. અલીરાજપુર) ને ઝડપી પાડયો હતો. જ્યારે મેહુલ વિનોદભાઇ મકવાણા (રહે. લીંબડી ખારાવાસ તા.લીંબડી જિ. સુરેન્દ્રનગર) ભાગી છૂટયો હતો.

પોલીસે દારૃની ૬૯૬ બોટલ બે મોબાઇલ ફોન તથા બોલેરો જીપ મળીને કુલ .૧૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે દારૃનો જથ્થો ભાગી જનાર આરોપી મહેલુ મકવાણાનો હતો.

(6:47 pm IST)