ગુજરાત
News of Wednesday, 2nd September 2020

મોડાસાના શાહીકોટ વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને 11 મહિનાથી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા: શહેરના શાહીકોટ વિસ્તારમાં ૨૦ વર્ષિય યુવતીને છેલ્લા ૧૧ માસથી લગ્નની લાલચે ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરાયું હોવાની ફરીયાદે ચકચાર મચાવી છે. પિડીતાની ફરીયાદ ના આધારે મોડાસા ટાઉન પોલીસે આરોપી શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસાના ડુઘરવાડા રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી અને પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વસવાટ કરતી એક ૨૦ વર્ષની યુવતીને નગરના શાહીકોટ વિસ્તારમાં રહેતા એક શખ્શે લગ્નની લાલચ આપી ભોળવી હતી.ગત વર્ષના મે માસ (૨૦૧૯) દરમ્યાન ૨૦ વર્ષિય યુવતીને લલચાવી ભોળવી નગરના સુકા બજારના શાહીકોટ વિસ્તારમાં ગોંધી રખાઈ હતી.અને આરોપી અહેમદરજા શેખે યુવતીની મરજી વિરૃધ્ધ તેણી ઉપર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.

(6:55 pm IST)