ગુજરાત
News of Wednesday, 2nd September 2020

501 લોકોએ પ્લાઝમા દાન કરતાં રાજ્યમાં સુરત મોખરે, અન્ય જિલ્લામા પણ કોરોના દર્દીને પ્લાઝમા મોકલાશે

દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19 ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ રૂપે પણ ઉભર્યું : બ્લડ બેન્ક સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

સુરત : 501 લોકોએ પ્લાઝમા દાન કરતાં રાજ્યમાં સુરત મોખરે છે ,અન્ય જિલ્લામા પણ કોરોના દર્દીને પ્લાઝમા મોકલાશે: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19 ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ રૂપે પણ ઉભર્યું છે. આપત્તિના સમયે સુરતવાસીઓનું યોગદાન હંમેશા અનેરૂ રહ્યું છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ 501 પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે રહી છે. સિદ્ધિ બદલ સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે બ્લડ બેંકના સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતાં

(12:51 am IST)