News of Friday, 2nd October 2020
પાલનપુરમાં સિમલા ગેટ પાસે શાકભાજીની લારી રાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી : ધોળાદિવસે ધોકકાવાળી
ભરચક વિસ્તારમાં ધોળાદિવસે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો
બનાસકાંઠા: જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક મારામારીની ઘટના પાલનપુરમાં બની છે પાલનપુર શહેરમાં સીમલા ગેટ પાસે શાકભાજીની લારી ઊભી રાખવા બાબાતે 2 જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં આ બન્ને જૂથો ઉશ્કેરાઈ જતા લાકડીઓ અને ધોકા વડે મારામારી પર ઉતરી આવ્યા હતા. શહેરના ભરચક વિસ્તારમાં જ દિન-દહાડે ધોકાવાળી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બન્ને જૂથો એકબીજા પર લાકડી અને ધોકા વડે મહિલાઓ અને પુરુષો મારામારી કરતા દ્રશ્યો પણ મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગયા છે.
(10:21 am IST)