ગુજરાત
News of Friday, 2nd October 2020

અધિક માસની પૂર્ણિમાના દિને શા.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે: SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં ગૌપૂજન

 ઉના તા. ૨ ખરેખર ગાય માત્ર આસ્થાનો જ વિષય નથી, પણ ગૌવંશ એ ભારતીય અર્થ વ્યવસ્થાનો મોટો આધાર છે. દેશી ગાયોનું દૂધ, દહીં, ઘી વગેરે પંચગવ્ય માનવ માટે આરોગ્યપ્રદ છે. તેમજ ઓરગેનિક ખેતી માટે ગૌવંશ અત્યંત ઉપયોગી છે

  ગાયના દૂધ, માખણ, ઘી, ગૌમુત્ર વગેરેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. ગાયો માત્ર પૂજન માટે નથી પણ ગાયો સાથે સ્વસ્થ સામાજિક જીવનના અનેક પાસા સંકળાયેલા છે એટલે જ ગાય માતા તરીકે આદરણીય છે.

  SGVP છારોડી ગુરુકુલમાં ૨૦૦  ગાયો, રીબડા ગુરુકુલમાં ૪૫ ગાયો અને દ્રોણેશ્વર ગુરુકુલમાં ૬૦ ગાયોની સેવા થઇ રહેલ છે.

  મચ્છુન્દ્રી નદીને કિનારે, જેના મસ્તક પર સતત જલધારા વહી રહી છે તે દ્રોણેશ્વર મહાદેવની સમીપમાં અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલમાં અધિક માસમાં શાસ્ત્રી મા્ધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અધિક માસની પૂર્ણિમાના દિવસે ઓન લાઇન મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત અને અન્ય વિદેશી હરિભકતો પણ જોડાયા હતા.

   મહાપૂજાના કાર્યક્રમ બાદ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ કપિલા ગાયને મસ્તકે કુમકુમનો ચાંદલો કરી હાર પહેરાવી, સુખડી ખવરાવી પૂજન કરી ગાયોની આરતિ ઉતારી હતી.

  ગૌપૂજનમાં ભંડારી  શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, હરિદર્શનદાસજી સ્વામી, હરિપ્રિયદાજી સ્વામી જોડાયા હતા.

(12:14 pm IST)