ગુજરાત
News of Friday, 2nd October 2020

અધિક માસ દરમ્યાન SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા રાજકોટ તેમજ અન્ય વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે માનવ સેવા યજ્ઞ

રાજકોટ તા.૨ SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા માછલીથી માંડીને માનવ સુધી વિવિધ ક્ષેત્રે સેવાયજ્ઞ શરુ કરવામાં આવેલ છે. માખાવડ ગૌશાળા, સરદાર ગૌશાળા અને ગોંડલ ગૌશાળાની ૨૦૦૦ ઉપરાંત ગાયોને લીલુ ઘાસ નખાયું.

   આ ઉપરાંત અંધજન કલ્યાણ મંડળ રાજકોટ, જુનાગઢ, કચ્છના માધાપર, ભચાઉ વગેરે ગામોમાં અંધજનોને ભાોજન અને જીવન જરુરિચાતની કીટ અર્પણ કરવામાં આવી.

   તેમજ માધાપર ગામની આજુબાજુના ગામોમાં અપંગ માનવ મંડલના દિવ્યાંગોને વ્હીલ ચેર, અનાજની કીટ, અનાથ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત પક્ષીઓેને પાણી પીવા માટે સ્થળે સ્થળે પાણીના કુંડા મૂકવામાં આવ્યા.

   આ સેવા યજ્ઞ હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને તીર્થસ્વરુપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે, તેમ શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની યાદીમા જણાવાયું છે.

(12:16 pm IST)