ગુજરાત
News of Friday, 2nd October 2020

વડોદરામાં કોઈ ફેરિયાઓને આર્થિક મદદ પુરી પાડવા વધુ 3000 અરજીઓ મંજુર કરવામાં આવી

વડોદરા: શહેરમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વડોદરામાં શહેરી ફેરિયાઓને આર્થિક મદદ પુરી પાડવા લોન આપવાની હોવાથી આ અંગે અરજીઓ મંગાવી હતી. વડોદરા કોર્પોરેશનને ઓનલાઇન 11,000 અરજીઓ મળી છે. આ યોજના માટે હાલ કોર્પોરેશનની યુસીડી ઓફિસ તેમજ વિવિધ વહીવટી વોર્ડ ઓફિસ ખાતે ઓનલાઈન લોન ફોર્મ ભરવાનું કાર્ય ચાલુ છે. 

એક ફેરીયાને 10,000ની લોન અપાય છે. જે બેંક નક્કી કરે તે હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે. જે અરજીઓ મળી છે તેમાંથી 6972 અરજી ઉપર બેંક દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે, 3193 અરજી મંજૂર કરાઇ છે. 485ને લોન આપી દેવાઇ છે. 

(5:42 pm IST)