ગુજરાત
News of Friday, 2nd October 2020

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં મધ્યરાત્રીએ કારમાં આગ ભભુકતા ચાલકનો આબાદ બચાવ

વડોદરા: શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં મોડી રાતે કારમાં લાગેલી આગના કારણે ચાલકનો બચાવ થયો હતો.

ડભોઇ રોડ સોમા તળાવ પાસે પેટ્રોલ પંપ નજીક પસાર થતી કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જેના કારણે વાહન ચાલકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવના કારણે ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેના કારણે પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબનો કરવા કામગીરી કરવી પડી હતી. ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી.

(5:42 pm IST)