ગુજરાત
News of Friday, 2nd October 2020

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વીજ કંપનીના ટ્રાન્સફર તોડી ચોરીના પ્રયાસમાં પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

વડોદરા:જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા ગણેશપુરા ગામમાં લાગેલા વીજ કંપનીના ટ્રાન્સફરને તોડી કોપર અને ઓઇલની ચોરી કરી જવાના મામલે ઇજનેરે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એમજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતાં ધ્રુવેશ ભાઈ ચૌહાણ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગણેશપુરા ગામની સીમમાં આવેલા કુવા ઉપર મુકવામાં આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મરને કોઈ અજાણ્યા શખ્શે તોડી અંદરથી કોપરની કોયલો તથા ઓઇલની ચોરી કરી હતી અને પબ્લિક પ્રોપર્ટીને 15400 નુકસાન પહોંચાડયું છે. 

ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે વિદ્યુત અધિનિયમ 2003 ની ધારા 136 મુજબ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:43 pm IST)