ગુજરાત
News of Friday, 2nd October 2020

વિરમગામમાં ગાંધી જંયતી નિમિતે ABVP દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

યુવાનોએ ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીના વિચારો જીવનમા ઉતારવાનો સંકલ્પ કર્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : વિરમગામ  અખિલ  ભારતીય  વિદ્યાર્થી પરિષદ (ABVP)  દ્વારા  ગાંધી જંયતિ નિમિતે સ્વચ્છતા  કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત  વિવેકાનંદજીની પ્રતિમા સ્ંકુલ , ગોલવાડ પાસે યુવાનો દ્વારા  સાફસફાઈ  કરવામા આવી હતી. યુવાનોએ ગાંધીજીના વિચારો , લાલબહાદુર  શાસ્ત્રીના વિચારો જીવનમા ઉતારવાનો સંકલ્પ કર્યો  હતો.  નગરના ABVP કાર્યકરોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમ તેજશભાઇ વજાણીએ જણાવ્યું હતું.

(8:22 pm IST)