ગુજરાત
News of Friday, 2nd October 2020

દેત્રોજ તાલુકાના મદ્રીસણા અને સુંવાળા ગામમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

સામુહિક હેન્ડ વોશનો કાર્યક્રમ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  :  દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામે ગાંધીજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સરપંચ જીતુભાઇ પટેલ તથા સામાજિક અગ્રણી  હેમાબેન વ્યાસ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સામુહિક હેન્ડ વોશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સૌ બહેનોને સાબુ તથા હેન્ડવોશ ની કીટ આપવામાં આવી અને નવનિર્માણ થયેલા આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
     આ ઉપરાંત  તાલુકાના સુંવાળા ગામે ગાંધીજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરપંચ ભવાનભાઈ પટેલ તથા સામાજિક અગ્રણી આનંદીબેન પટેલ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. સામુહિક હેન્ડ વોશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ સૌ બહેનોને સાબુ તથા હેન્ડવોશની કીટ આપવામાં આવી અને નવનિર્માણ થયેલા આંગણવાડી ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ બાયસેગ ઉપર પ્રસારિત કાર્યક્રમ નિહાળવા માં આવ્યો હતો. આંગણવાડીની બહેનો તથા વૈશાલીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(8:19 pm IST)