ગુજરાત
News of Friday, 2nd October 2020

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની મુલાકાત લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  :   તારીખ 29/9/2020  ના રોજ  રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ સરદારભાઈ સંગઠન મંત્રી  અરુણ ભાઈ જોષી સાહેબ સહ સંગઠન મંત્રી  પરેશભાઈ પટેલ  તથા  મહેસાણા જિલ્લાના અધ્યક્ષ મુકેશભાઈ  ચૌધરી, મહામંત્રી ચિરાગભાઈ પટેલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ પરેશભાઈ રાવલ અને મીડિયા કન્વીનર ધાર્મિકભાઈ જોશી દ્વારા  ગાંધીનગર મુકામે મંત્રીશ્રીઓ ની મુલાકાત લેવામાં આવી  
જેમાં  માનનીય નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ સાહેબ નું મહેસાણા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તરફથી સન્માન કરવામાં આવ્યું તથા જિલ્લામાં મહાસંઘની રચના અને કામગીરીથી વાકેફ કરાયા  તથા 4200 ગ્રેડ પે મુદ્દે પણ વાત રજૂ કરાઈ જેમાં મંત્રીશ્રી એ હકારાત્મક જવાબ આપ્યો અને મહેસાણા જિલ્લા મહાસંઘ ને શુભેચ્છાઓ આપી.ભવિષ્યમાં મહેસાણા ખાતે સાહેબશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ માટે સંમતિ આપવામાં આવી.

 શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને 4200 ગ્રેડ પે ના નીતિવિષયક બાબત  ની રજુઆત કરી જે બાબતે  સાહેબશ્રીએ નીતિવિષયક બાબત  સિસ્ટમમાં છે અને ટૂંક સમયમાં ઉકેલ આવશે એની ખાતરી આપી ત્યારબાદ LF માં પણ પડતર પ્રશ્ને જિલ્લા કક્ષાએ સર્વિસબુક ની કામગીરી માટે માગણી કરવામાં આવી આ બાબતે પગાર બાંધણી શાખામાં પટેલ સાહેબ દ્વારા હકારાત્મક જવાબ આપ્યો  ત્યારબાદ નિયામકશ્રી સાથે પણ મુલાકાત કરવામાં આવી બદલીના કેમ્પ બાબતે પણ ચર્ચા કરવામાં આવી ટૂંક સમયની અંદર બદલી બાબતે કરેલી માંગણીઓ ધ્યાનમાં રાખીને હકારાત્મક જવાબ આપ્યો. તે સાથે અન્ય પ્રશ્નોની પણ ચર્ચા કરી SPL રજા બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું એચ.ટાટ ના પ્રશ્નોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તસવીર - ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(8:14 pm IST)