ગુજરાત
News of Friday, 2nd October 2020

ડુંગરી પોલીસે ગેરકાયદેસર લઇ જવાતા 15 ઢોર છોડાવ્યા

મહેસાણાથી મહારાષ્ટ્ર લઇ જવાતી દુધાણી ભેંસ અને તેના બચ્ચાને મુક્ત કરાવાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : મહેસાણાથી મહારાષ્ટ્ર લઇ જવાતી દુધાણી ભેંસ અને તેના બચ્ચાને ઘાસ ચારા વિના પરવાનગી વિના લઇ જવાઇ રહી હોવાની માહિતીના પગલે ડુંગરી પોલીસે ગૌસેવક સાથે મળી તપાસ હાથ ધરી હતી. જેના પગલે તેમણે એક ટ્રક પકડી તેમાંથી 15 ભેસને છોડાવી ગૌશાળામાં મોકલી આપી હતી.

 

  ડુંગરી પોલીસને કંટ્રોલ રૂમ પરથી ગૌસેવક વલ્લભભાઇ ઉર્ફે વિશાલ રામજીભાઇ આહીરની બાતમી મળી હતી કે, એક ટ્રકમાં ભેંસો ભરાઇને મહારાષ્ટ્ર તરફ જઇ રહી છે. ત્યારે આ ટ્રક નં. GJ-24-V-7023 ત્યાંથી પસાર થતાં ડુંગરી પોલીસે તેને અટકાવી હતી. ત્યારબાદ તેની તપાસ કરતાં તેમાંથી દુધાળી 9 ભેસ અને તેના 6 બચ્ચા મળી આવ્યા હતા. આ તમામની કિંમત રૂ. 4.62 લાખ હતી. આ ભેંસની હેરાફેરી માટેની પરવાનગી ચાલક પાસે ન હતી. તેમજ તેને ખીચો ખીચ ટ્રકમાં ભરાયા હતા. ત્યારે પોલીસે ટ્રક ચાલક જહાંગીરખાન ફતેખાન નાગોરી તેની સાથે સવાર રજાક હાજીસાબ શેખ, ઇકબાલ રમઝાન શેખ તમામ રહે સિદ્ધપુર પાટણ ને પકડી પોલીસ મથકે લઇ ગયા હતા. તેમની પુછતાછમાં જાણવા મળ્યું કે, આ ભેંસો ગફુર લીલા રબારી રહે મહેસાણાને ત્યાંથી ભરી હતી અને તેને મહારાષ્ટ્રમાં લઇ જવાની હતી. જેના પગલે પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(8:32 pm IST)