ગુજરાત
News of Friday, 2nd October 2020

નાંદોદના બિતાડા ગામમાં જમીનના ભાડા બાબતે કાકા -ભત્રીજા વચ્ચે બોલાચાલી :મારક હથિયારો બતાવી ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના બિતાડા ગામમાં જમીનના ભાડા બાબતે કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થાય બાદ તલવાર, કુહાડી જેવા મારક હથિયારો બતાવી ધમકી આપ્યાની ફરિયાદ દાખલ થઈ છે.
     પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બિતાડા ગામના ચીમનભાઇ ગામીયાભાઇ વસાવાની ફરિયાદ મુજબ ત્રણેક વર્ષ પહેલા સરકારની યોજના દ્વારા કરજણ નદીનું પાણી નહેર દ્વારા લોકો સુધી પહોચાડવા માટે નહેરનું કામ ચાલુ કરવામાં આવેલ આ નહેર બનાવવા માટેના મોટા ભુંગળા તેમના તથા તેમના બે ભાઇઓની જમીનોમાં મુકવામાં આવેલ જેનુ તે વખતે રૂ.૧૫૦૦૦ ભાડુ ચુકવવામાં આવેલ જેના ત્રણ ભાઇઓએ  રૂ.૫૦૦૦  લેખે ભાગ પાડેલ ત્યાર બાદ તેમના ભત્રીજા મણીલાલ બંદુભાઇ વસાવા ના ભાગની જમીનમાં મુકેલ ભુંગળા નહેરના કામમા ઉપયોગમાં લેવાતા તેની જમીન માથી મોટા ભુંગળા કોન્ટ્રાક્ટર દ્વારા
ઉઠાવી લેતા ચીમનભાઈ તથા તેમના નાના ભાઇ કુંવરજી ભાઇના ખેતરમાં મોટા ભુંગળા રહેલા જેનું ભાડુ રૂ.૨૦.૦૦૦ આવેલ જેમા ચીમનભાઈ તથા કુંવરજીએ રૂ.૧૦,૦૦૦ લેખે ભાગ પાડેલા જેમાં મણીલાલભાઇ વસાવાએ ભાગ માંગતા તેની જમીનમાં આ ભૂંગળા ન હોવાથી તેને ભાગ ન મળે તેમ જણાવતા મણીલાલ બોલા ચાલી કરી રીસ રાખી હાથમાં તલવાર તથા તેનો દિકરો વાસુદેવ હાથમાં કુહાડી લઇ ચીમનભાઈના ઘર સામે આવી ચીમન તુ બહાર નીકળ તારે કોઇ સંતાન નથી તારૂ આ ઘર જમીન અમારી છે તેમ કહી ગમેતેમ ગાળો બોલી તેમજ ગત રોજ રાતના દશેક વાગે તેમના ઘરમા ધસી જઇ તારે અહીં રહેવાનું નથી અને અહીં
રહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા આ બાબતની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે મણી લાલભાઇ બંદુભાઇ વસાવા અને તેના દીકરા વાસુદેવ મણીલાલ વસાવા બન્ને(  રહે.બિતાડા)  વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:52 pm IST)