ગુજરાત
News of Sunday, 2nd October 2022

અંકલેશ્વરના માંડવા ગામેથી જમીનમાં ખાડો ખોડી માટલામાં સંતાડેલ વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો

બુટલેગર પ્રકાશ વસાવા ફરાર થઇ ગયો: પોલીસે રૂપિયા 45 હજાર 900ની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો કબ્જે કર્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી શહેર પોલીસે બુટલેગરે જમીન માં ખાડો ખોડી માટલા માં  સંતાડેલ 45 હજાર ઉપરાંતનો વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

   મળતી માહિતી મુજબ  અંકલેશ્વર શહેર પોલીસના સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન માંડવા ગામે રહેતા પ્રકાશ મગન વસાવાએ પોતાના ઘરની બાજુમાં આવેલ વાડામાં ખાડો ખોદી તેમાં માટલા મૂકીને માટલામાં વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી માહિતી મળી હતી

   આ માહિતીના આધારે રેડ કરતા ખાડામાં મુકેલ માટલાઓમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે બુટલેગર પ્રકાશ વસાવા ફરાર થઇ ગયો હતો. શહેર પોલીસે રૂપિયા 45 હજાર 900ની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી ફરાર પ્રકાશ વસાવા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(7:07 pm IST)