ગુજરાત
News of Sunday, 2nd October 2022

નડિયાદના હાથજ પ્રાથમિક શાળામાં ગરબાને બદલે તાજીયા રમાડતા વાલીઓ વિફર્યા:4 શિક્ષિકા સસ્પેન્ડ

બાળકોએ વાલીઓને ફરિયાદ કરતા વાલીઓએ રોષે ભરાઈ હોબાળો મચાવ્યો; સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થયો હતો

અમદાવાદ : રાજયના નડિયાદ તાલુકામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. નડિયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળામાં શુક્રવારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ને બદલે તાજીયા રમડવામાં આવતા બાળકો એ વાલીઓને ફરિયાદ કરી હતી જેથી વાલીઓ વિફર્યા હતા અને હોબાળો મચ્યો હતો. તો બીજી તરફ 4 શિક્ષિકાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થયો હતો.

(7:16 pm IST)