ગુજરાત
News of Thursday, 1st December 2022

કાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહનો વડોદરામાં ભવ્ય રોડ શો : 10 વિધાનસભા બેઠકોના ભાજપ ઉમેદવારોનો કરશે પ્રચાર

બપોરે 4 કલાકે રોડ શોનો પ્રારંભ થશે:ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નીકળી જ્યુબેલી બાગ ખાતે પૂર્ણ થશે

વડોદરા :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. હવે બીજા તબક્કા માટે ધુંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે. આવતીકાલે ગૃહમંત્રી અમિતભાઈ શાહ વડોદરામાં ભવ્ય રોડ શો કરશે વડોદરાની 10 વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. બપોરે 4 કલાકે અમિતભાઈ  શાહના રોડ શોનો પ્રારંભ થશે. જે બાદ ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નીકળી જ્યુબેલી બાગ ખાતે પૂર્ણ થશે. વડોદરાની 10 વિધાનસભા બેઠકો પૈકી મોટાભાગની બેઠકોને આ રોડ શો દરમિયાન આવરી લેવાશે અને બીજા તબક્કાના મતદાન માટે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.

(12:46 am IST)