ગુજરાત
News of Friday, 2nd December 2022

વડગામના બસુ ગામે કનૈયા કુમારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જનસભા સંબોધી: ઈવીએમ પર કટાક્ષ કર્યો

 કન્હૈયાકુમારે કહ્યું ભાજપની સામે બોલનારને ડરાવે છે અને ખોટા કેસ કરી જેલમાં મોકલે છે. ભાજપની દાળ કાળી છે. લોકોને ગુમરાહ કર્યા

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના અનેક રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસના યુવા નેતા કનેયા કુમાર પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે બનાસકાંઠાના વડગામના બસુ ગામે કનૈયા કુમારે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં સભો સંબોધી હતી. મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. ઈવીએમ પર કનેયા કુમારે કટાક્ષ કરતા કહ્યું કે, evm ટેકનોલોજીથી સ્લો થાય છે.

કનેયા કુમારે કહ્યું હતું કે  27 સાલવાળી સરકારને ચુનોતી આપો. જુથ અને લૂંટના મોડલનો પર્દાફાશ થશે. શામ, દામ, દંડ, ભેદ વડગામ બેઠક પર ભાજપે લગાવ્યો હતો. ભાજપની સામે બોલનારને ડરાવે છે અને ખોટા કેસ કરી જેલમાં મોકલે છે. ભાજપની દાળ કાળી છે. લોકોને ગુમરાહ કર્યા છે અને જાતિવાદ ફેલાવ્યો છે. કોંગ્રેસ છોડનાર પર કહ્યું, કચરો સાફ થાય છે.

(8:59 pm IST)