ગુજરાત
News of Friday, 2nd December 2022

ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ ચૂંટણી એજન્ટો અને ગામ લોકો વચ્ચે બબાલ

 મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા. પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો આક્ષેપ

વલસાડના ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ બબાલ થઇ. ચૂંટણી એજન્ટો અને ગામ લોકો વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા. પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે એજન્ટોએ EVM સાથે છેડછાડ કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો.

  બીજી તરફ વિવાદ થયા બાદ EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. કલેક્ટરે કહ્યું કે EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. EVM સિલ કરવાનું રહી ગયું હોવાથી ફરી ઉતારવામાં આવ્યાં હતા

(9:09 pm IST)