ગુજરાત
News of Friday, 2nd December 2022

ગુજરાતમાં કોંગ્રેસે જાતિ-જાતિ વચ્ચે લડાઈ કરાવી. ભારે બહુમતીથી સુખાજી ઠાકોરને વિજેતા બનાવો: અમિતભાઈ શાહે જનસભા સંબોધી  

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું - તમારા મતથી ગુજરાત અને દેશને સલામત બનાવશે. દેશમાં વિકાસ યાત્રાની શરૂઆત કરી છે.

મહેસાણામાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, મહેસાણા બેચરાજીની સીટ આપણા માટે ખૂબ મહત્વની છે. 5મી તારીખે આપ સૌ એ ચુંટણી માટે મતદાન કરવાનું છે. હું અપીલ કરું છું ભારે બહુમતીથી સુખાજી ઠાકોરને વિજેતા બનાવો. તો વધુમાં કહ્યું કે, તમારા મતથી ગુજરાત અને દેશને સલામત બનાવશે. દેશમાં વિકાસ યાત્રાની શરૂઆત કરી છે. ગુજરાતની જેમ દેશને સલામત અને શાંત બનાવવાની કવાયત કરી છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસિયાઓએ જાતિ-જાતિ વચ્ચે લડાઈ કરાવી.

(9:40 pm IST)