News of Friday, 2nd December 2022
અમદાવાદ શાહપુર મિલ કમ્પાઉન્ડમાં AIMIM ના ઉમેદવારને થયો કડવો અનુભવ:ઓવૈસી "GO BACK" ના નારા લગાવ્યા
પ્રમુખ ઓવેસી અને અમદાવાદના ઉમેદવાર સાબિર કાબલીવાલા સહિત ટેકેદારો સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે ઓવેસીની પાર્ટી AIMIM એ પણ ઝંપલાવ્યું છે. શાહપુર મિલ કમ્પાઉન્ડમાં AIMIM ને કડવો અનુભવ થયો છે. AIMIM પ્રમુખ ઓવેસી અને અમદાવાદના ઉમેદવાર સાબિર કાબલીવાલા સહિત ટેકેદારો સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. ઓવેસી "GO BACK" ના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા. સમગ્ર ઘટના શુક્રવારે બની હોવાની માહિતી સામે આવી છે.
(11:39 pm IST)