ગુજરાત
News of Friday, 3rd February 2023

અમૂલ મસ્‍તીના દહીંમાં ૩ રૂપિયાનો વધારો કરાયો... ૫ કિલો પાઉચમાં ૧૫ રૂપિયાનો વધારો કરાયો...

 

આણંદ, તા.૩: અમૂલે ગુજરાતના ગ્રાહકોને શુક્રવારે મોટો ઝટકો આપ્‍યો છે. આજે અમુલે દહીંના ભાવમાં પણ વધારો ઝીંકયો છે. અમૂલે મસ્‍તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે અમૂલે વિવિધ પ્રકારના દહીના નવા ભાવ જાહેર કર્યાં છે.

અમુલ મસ્‍તી દહીં ૧ કિલો પાઉચ જૂનો ભાવ ૬૯ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૧ કિલો પાઉચ નવો ભાવ ૭૨ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૫ કિલો પાઉચ જૂનો ભાવ ૩૧૦ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૫ કિલો પાઉચ નવો  ભાવ ૩૨૫ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૫ કિલો પાઉચમાં ૧૫ રૂપિયાનો વધારો

અમુલ મસ્‍તી દહીં ૪૦૦ ગ્રામ  પાઉચ જૂનો ભાવ ૩૨ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૪૦૦ ગ્રામ  પાઉચ નવો  ભાવ ૩૪ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૨૦૦ ગ્રામ  પાઉચ જૂનો ભાવ ૧૭ રૂપિયા

અમુલ મસ્‍તી દહીં ૨૦૦ ગ્રામ  પાઉચ નવો  ભાવ ૧૮ રૂપિયા

અમુલ મસ્‍તી ૨૦૦ ગ્રામ ડબ્‍બી જૂનો ભાવ ૨૧ રૂપિયા

અમુલ મસ્‍તી ૨૦૦ ગ્રામ ડબ્‍બી નવો ભાવ ૨૨ રૂપિયા

નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર શુક્રવારે સવારે અમૂલે આપ્‍યા છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે અમૂલે ગુજરાત સિવાયના રાજ્‍યોમાં દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્‍ક (તમામ વેરિઅન્‍ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૩નો વધારો કર્યો છે. આ ભાવ વધારો ગુજરાત સિવાયના રાજ્‍યોમાં લાગુ પડશે.

અમૂલ તાજા અડધો લીટર દૂધ ૨૭ રૂપિયામાં મળશે. જ્‍યારે કે તેના ૧ લિટર પેકેટની કિંમત ૫૪ રૂપિયા થશે.

અમૂલ ગોલ્‍ડ એટલે કે ફુલ ક્રીમ દૂધનું અડધો લીટર પેકેટ હવે ૩૩ રૂપિયામાં મળશે, જ્‍યારે કે તેનું ૧ લીટર માટે ૬૬ રૂપિયા આપવા પડશે

અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્‍કની અડધો લીટરની કિંમત ૨૮ રૂપિયા કરાઈ છે, જ્‍યારે કે તેના ૧ લિટર માટે ૫૬ રૂપિયા ચૂકવવા પડશે.

અમૂલ ૨ બફેલો મિલ્‍કની અડધા લિટર કિંમત ૩૫ રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત ૭૦ રૂપિયા કરાઈ છે.

(3:29 pm IST)