ગુજરાત
News of Friday, 3rd February 2023

ભરૂચમાં કિન્નર સમાજ દ્વારા અંતિમ વિધિ માટે જગ્યા ફાળવવા માંગ:જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

વર્ષોથી ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા પ્રથમવાર અંતિમ વિધિ માટે જગ્યા ફાળવવાની માંગણી

ભરૂચમાં કિન્નર સમાજ દ્વારા અંતિમ વિધિ માટે ભૂમિ ફાળવવા માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લામાં વસેલા તમામ કિન્નરોને એક મોટી સમસ્યા ઉભી થઈ છે. પહેલાના સમયે કિન્નર સમાજના કોઈ સભ્યનું મોત નીપજે તો અસ્થાયી જગ્યા પર મૃતદેહની દફનવિધિ કરવામાં આવતી હતી. હવે શહેરી વિસ્તારમાં રહીશોના વસવાટ વધવાના કારણે મૃતકની દફનવીધી કે અંતિમસંસ્કાર માટે જગ્યાનો અભાવ ઉભો થયો છે.

 ભરૂચની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારા પાસે સ્મશાન, કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવામાં આવે તેવી કિન્નર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ષોથી ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા પ્રથમવાર અંતિમ વિધિ માટે જગ્યા ફાળવવાની માંગણી કરાઈ છે

(9:35 pm IST)