ગુજરાત
News of Saturday, 3rd July 2021

આજનો દિવસ ઇતિહાસમાં લેન્ડમાર્ક તરીકે સાબિત થશે, ગુજરાતમાં પહેલો પ્રસંગ હશે કે જ્યાં ઔદ્યોગિક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યાઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મારૂતિ અને જીએલએસ યુનિવર્સિટી વચ્ચે કોર્ષ શરૂ કરવા જોડાણ

અમદાવાદ: અમદાવાદ જીએલએસ યુનિવર્સિટી ખાતે BBA કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. મારૂતિ અને GLS યુનિવર્સિટી વચ્ચે કોર્ષ શરૂ કરવા જોડાણ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા 35-35 ની બે બેંચની ચાલુ વર્ષથી શરૂઆત કરવામાં આવી છે. એક સેમીસ્ટરની ફી રૂપિયા 25 હજાર છે જ્યારે કુલ 6 સેમીસ્ટરનો આ કોર્ષ છે. બે સેમીસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બાકીના 4 સેમીસ્ટર વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. ઈન્ટર્નશીપના ભથ્થા પેટે વિદ્યાર્થીઓને દર મહિને 8 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ BBA કોર્ષનો પ્રારંભ કરાવ્યો છે. મારૂતિ સુઝુકીના વાઈસ પ્રેસીડેન્ટ અને જીએલએસ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું ગૌરવ મને મળ્યું છે. ગુજરાતનો પહેલો પ્રસંગ હશે કે જ્યાં ઔદ્યોગીક ગૃહે યુનિવર્સિટી સાથે એમોયુ કર્યા છે. આજનો દિવસ ઇતિહાસમાં લેન્ડ માર્ક તરીકે સાબિત થશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, જીએલએસ માટે મેં વિધાનસભામાં બીલ મુક્યું હતું. ત્યારે શિક્ષણ મંત્રી વિરોધ પક્ષના વખાણ કરતા કહ્યું કે, આ બીલ કોઈપણ પ્રકારના વિરોધ વગર પાસ થયું હતું. વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામોમાં સાથ આપે છે તે બદલ તેમનો આભાર માનું છું. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભા થશે. ઉદ્યોગોને જે પ્રકારના સ્કીલવાળા ગ્રેજ્યુએટ વ્યક્તિ જોઈએ છે તે પ્રકારના મળી રહશે.

રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, અગાઉ રી-ઓપન અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં નિર્ણયો લેવાયા હતા. હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં નિર્ણય લેવાશે. ક્રમ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. શિક્ષણનું સ્તર કથળવા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પહોંચી ગયા છે.

શિક્ષકોની વેદના કે વિદ્યાર્થીઓને ત્રીજાનો કે 9 માં ધોરણનો અભ્યાસ કરાવવો પડે છે. નો ડિટેન્ડશનના કારણે 9 ધોરણ સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પહોંચે છે. ધોરણ 10 માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યું છે. નિષ્ણાતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું.

(4:33 pm IST)