ગુજરાત
News of Tuesday, 3rd August 2021

વિદ્યાર્થીઓને એન્જીન્યરીંગ સાથે ઉદ્યોગનું પ્રેકટીકલ જ્ઞાન તો જ શકય છે કે જો ગુરુઓ પણ બન્ને પ્રકારની લાયકાત ધરાવતા હોય

માત્ર યુનિ.કોલેજના જ નહિ, વિશાળ મનના દરવાજા બન્ને પ્રકારની લાયકાત ધરાવતા તજજ્ઞો માટે ખૂલે તો જ ખૂબ આવકારદયક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે સરકારની ઉમદા ભાવના સાર્થક બને : દેશની ખ્યાતનામ વી. આઇ.ટી.ના ડાયરેકટર અને જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો. ઇન્દુ રાવ દ્વારા ૪૦ મિનિટ સુધી ટોચની કોન્ફરન્સમાં સાફ સાફ શબ્દોમાં મનની વાત રજૂ કરી

રાજકોટ તા.૩, નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ ખૂબ સારી છે અને તેમાં વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને પોતાની કારકર્દી ઘડવાની છે તેવા ઔધોગિક એકમોનું પુસ્તકીયું જ્ઞાન આપવાને બદલે ઔધોગિક જગતનું પૂરેપૂરૂ જ્ઞાન આપવામાં આવે તેવી જોગવાઈ છે તે ખૂબ આવકારદાક છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણી યુનિવસિર્ટી પાસે કે કોલેજો પાસે શિક્ષણ સાથે ઔધોગિક જગતનું પ્રેકટીકલ જ્ઞાન ધરાવનાર કેટલા? આવો પ્રશ્ન દેશના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં જાણીતા શિક્ષણશાસ્ત્રી અને દેશની ખ્યાતનામ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ યુની. વી. આઈ.ટી.ના ડાયરેકટર ડો. ઇન્દુ રાવ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.     

ડો.ઇન્દુબેન રાવ સાઉથની જાણીતી અને ખૂબ અનુભવી શિડ દ્વારા આયોજિત ત્રણ દિવસના  વેબ સેમીનારના તજજ્ઞ તરીકે સંબોંધન કરતા જણાવેલ. 

અંદાજે ૪૦ મિનિટ સુધી પોતાની ખૂબ અનુભવી વાણી દ્વારા રાષ્ટ્રીય શીક્ષણ નીતિ જે વાત કરે છે તે વર્ષો અગાઉ પોતાની બે વખતની  ૫ીએચડી દરમિયાન કરી ચૂકેલા ડો. ઇન્દુ રાવે જણાવેલ કે પોતે એન્જીન્યરીંગ ડિગ્રી મેળવ્યા બાદ ઔધોગિક સંસ્થામાં સેવા આપી હતી અને તે આધારે જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ જોડાયેલ. મુંબઇની ખ્યાતનામ કંપનીમાં કેમ્પર્સ મારફત જોબ મેળવી ત્યારબાદ શિક્ષણમાં આવેલ.              

ડો. ઇન્દુ બેન રાવ દ્વારા જણાવેલ કે માત્ર કિતાબી જ્ઞાન દ્વારા બાળકોને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે તેમને જ્ઞાન આપનાર ગુરુઓ પણ આવા પ્રકારની લાયકાત ધરાવતા હોવા જોઈએ, આનો અભાવ હોય તો બાળકોને કયા અનુભવ આધારે જ્ઞાન હાંસલ થશે?                      

ડો.ઇન્દુબેન રાવે સાફ સાફ શબ્દોમાં કહેલ કે રાષ્ટ્રિય પોલિસીનો અમલ ત્યારે જ શકય છે કે તેનો અમલ કરવાનો છે તેવા યુની.વડાં કે પ્રોફેસર વિગરે એન્જિનિયરિંગ સાથે ઉદ્યોગનો પ્રેકટીકલ અનુભવ ધરાવતા હોય.આવા પ્રકારની લાયકાત ધરાવતા તજજ્ઞો મળી શકે પણ આપણે યુનિ.કે કોલેજ સાથે મનના દરવાજા ખુલ્લા રાખવા જોઇએ, સર્વત્ર મોટે પાયે આવા પદ પર બન્ને પ્રકારની લાયકાત ધરાવતા લોકોની નિમણુક વિદ્યાર્થી હિતમાં કરવી જોઈએ. 

(3:10 pm IST)