ગુજરાત
News of Thursday, 3rd September 2020

વિરમગામ તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ : ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર,  તાલુકા વહીવટી તંત્ર, અલીમ્કો તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે વિરમગામ તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે   સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સહાય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમા લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીફિકેટ  બનાવેલ હોય, દિવ્યાંગ સર્ટીફિકેટ ના હોય અથવા વયોશ્રી યોજનામાં હોય તેવા લાભાર્થીઓને બહેરાશ, અંધાપો કે અન્ય ઉંમરના કારણે થતી તકલીફોમાં મદદરૂપ થવા માટે તેઓને જરૂરી સાધન સહાય આપવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે બે દિવસ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં એસેસમેન્ટ કરાવેલ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી રહી છે.

(10:05 pm IST)