ગુજરાત
News of Thursday, 3rd September 2020

લાયન્સ ગ્રુપ નર્મદા ગ્રુડેશ્વર તાલુકાના પુરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું: બચાવની કામગીરીમાં મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમનું પાણી છોડતા ડેમથી નીચાણ વાળા વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ડેમનું પાણી ફરીવળતા લોકો પાયમાલ બન્યા હોય કોરોના મહામારીના સમયમાં જ બીજી આપત્તિનો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે "લાયન્સ ગ્રુપ" નર્મદા આ આદિવાસી પરિવારની મદદે આગળ આવ્યું છે,જેમાં નદી કાંઠા વિસ્તારના ગામો પૈકી ગભાણા, કેવડિયા, વસંતપુરા,.પીપરીયા, ઈન્દ્રવર્ણા, જેવા ગરુડેશ્વર તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યુ હતું, જેની જાણ થતાં લાયન્સ ગ્રુપના યુવાનો આ ગામડાઓમાં મદદ માટે દોડી ગયા હતા, ત્યારબાદ "લાયન્સ ગ્રુપ" ના યુવાનો દ્વારા ઘરવખરી,સાધન સામગ્રી અને લોકોને પણ ઘર માંથી સુરક્ષિત જગ્યાએ ભારે ખસેડવામાં આવ્યા હતા.

(4:13 pm IST)