ગુજરાત
News of Thursday, 3rd September 2020

વડોદરા:લગ્નનના ત્રીજા જ દિવસે યુવતી પિયરમાં જવાનું કહી દાગીના લઇ રફુચક્કર

વડોદરા:કન્યાને પરણાવવાનો મેરેજ ડ્રામા ભજવીને વરરાજાના ખિસ્સા ખંખેરી લેવાનો અનોખો ખેલ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ  ચોંકી ઉઠયા હતા. વાત એવી હતી કે, થોડા સમય પહેલા કરચીયાના એક યુવકનું લગ્ન થયુ હતુ. લગ્ન કરનારો યુવક જાણતો હતો કે, તેનુ લગ્ન સાચુકલુ નહીં પરંતુ, એક ડ્રામાનો ભાગ છે. લગ્નના ત્રીજા દિવસે જ્યારે તેની પત્ની પિયરમાં જવાને બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ ત્યારે   તેને ખબર પડી કે, તે છેતરાયો છે.

પત્નીના પિયરમાં જઈને તપાસ કરતા પતિને જાણવા મળ્યુ કે, જેની સાથે તેનુ લગ્ન થયુ હતુ તે યુવતી અને તેના કહેવાતા પરિવારજનો નાટક મંડળી જેવુ કામ કરે છે. તેઓ મેરેજનો ડ્રામા રચે છે અને યુવકો સાથે છેતરપિંડી કરે છે. બનાવ અગે યુવકે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

(6:07 pm IST)