ગુજરાત
News of Thursday, 3rd September 2020

પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં બાઈક નીચે સુતેલ સાપે ચાલકને ડંખ મારતા યુવકને સારવાર હેઠળ ખસેડાયો

પ્રાંતિજ:શહેરના નાનીભાગોળ વિસ્તારમાં સ્ટેટ બેંક પાસે રહેતા ૫૦ વર્ષિય કાનસંગ ગાંડાજી મકવાણાની બાઈકની સીટ નીચે ઘૂસી ગયેલો સાપે યુવક બાઈક પર પાછળની સીટે  બેસવા જતાં સાપે ડંખ મારતાં તેમને સારવાર માટે પ્રાંતિજ સીએચ સી કેન્દ્રમાં અને ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ યુવક સારવાર હેઠળ છે.

સોમવારના રોજ પ્રાંતિજ શહેરના સ્ટેટ બેંક પાસેના વિસ્તારમાં રહેતા કાનસંગ ગાંડાજી મકવાણાએ પોતાના ઘરની આગળ બાઈક પાર્ક કરી હતી તે દરમિયાન રાત્રીના સમયે એક સાપ આવીને બાઈકની સીટ નીચે ઘુસી ગયો હતો તે દરમ્યાન સવારે બાઇક લઈને જવાના સમયે એક યુવાન બાઈક ચાવવા આગળ બેઠો હતો અને કનસંગ મકવાણા સીટની પાછળની બાજુએ બેસતા હાથનો એક ભાગ સાપને અડતા સાપે તેમને ડંખ દીધો હતો. ત્યાર બાદ નાનીભાગોળ વિસતારમાં રહેતા સુનિલભાઈ કડિયાને સાપ પકડવા માટે બોલાવતાં તેમણે સાપને રેસ્કયુ કરી પકડી પાડયો હતો ત્યાર બાદ તેઓ સાપ સાથે કાનસંગ મકવાણાને પ્રાંતિજ સીએચસી કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો પ્રથમિક સારવાર બાદ વધુ સારવાર માટે યુવકને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો હાલ યુવક સારવાર હેઠળ છે સાપનું રેસ્કયુ કરનાર સુનિલભાઈ કડિયાનું કહેવું છે કે સાપ કોબ્રા હતો અને સાપની જાત પારખીને સાપ કરડનારને તેનો એન્ટી ડોઝ આપવામાં આવે છે.

(6:01 pm IST)