ગુજરાત
News of Thursday, 3rd September 2020

એન્ટી બોડી લુપ્ત થતા ફરીથી કોરોના સંક્રમણ થવાનો ભય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીરો સર્વે :તાજેતરમાં ૧૦,૦૦૦ લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો

અમદાવાદ,તા.૦૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ૧૦,૦૦૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સીરો સર્વેમાં અગાઉ કરેલા સર્વેની પોઝિટિવિટી ૧૭.૬૧ ટકાથી વધીને ૨૩.૨૪ ટકા સીરો પોઝિટિવિટી સામે આવી છે. આમ દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી તરફની પોઝિટિવિટી વધી છે. જે લોકો અગાઉ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે તેમના પર પણ એન્ટી બોડીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટી બોડી લુપ્ત થયેલી જોવા મળી હતી, જેથી ફરીથી તેઓ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ૧૦,૦૦૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો.આ સીરો સર્વેમાં અગાઉ કરેલા સર્વેની પોઝિટિવિટી ૧૭.૬૧ ટકાથી વધીને ૨૩.૨૪ ટકા સીરો પોઝિટિવિટી સામે આવી છે.

                 આમ દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી તરફની પોઝિટિવિટી વધી છે. જે લોકો અગાઉ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે તેમના પર પણ એન્ટી બોડીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટી બોડી લુપ્ત થયેલી જોવા મળી હતી, જેથી ફરીથી તેઓ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે.પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોમાં સીરો પોઝિટિવિટી ૩૧.૯૨ ટકા સામે આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોના ૩૯૭૩ સેમ્પલ પૈકી ૧૨૬૮ના સેમ્પલમાં સીરો પોઝિટિવિટી જોવા મળી હતી. જે દર્શાવે છે કે, પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોમાં પણ ૬૯ ટકા લોકોમાં સીરો પોઝિટિવિટીનો અભાવ જણાયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૦,૦૦૦ લોકો પર બીજો સર્વે કર્યો હતો, આ સર્વેમાં ૨૩.૨૪ ટકા પોઝિટિવિટી આવી છે, જે દોઢ મહિનામાં પાંચ ટકા વધી છે અને આ નજીવો વધારો છે. તેમજ એન્ટીબોડી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલી જણાય છે અને તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. તેઓએ આ સર્વેના મુખ્ય ત્રણ તારણો તેઓએ જણાવ્યા હતા કે હર્ડ ઇમ્યુનિટી ઓછી કરવા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલાં લીધા છે. ૨૩.૨૪ ટકા પોઝિટિવિટી આવી છે અને હર્ડ ઇમ્યુનિટી માટે ૭૦થી ૮૦ ટકા પોઝિટિવિટી જરૂરી છે. એકવાર કોરોનાગ્રસ્ત થયેલા વ્યક્તિમાં એન્ટી બોડી ટકતી નથી, જેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટીબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે, તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે અને તેનો વધુ સર્વે જરૂરી છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જાહેર સ્થળે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ અને સાબુથી હાથ સાફ કરવા જરૂરી છે.

(9:45 pm IST)