અમદાવાદ મનપાના કર્મચારી- પેંશનરોને ખુશખબર મહિનાનો પગાર દિવાળી પહેલા 20 ઓક્ટોબરે થશે
AMCના કર્મચારીઓને મેડિકલ એલાઉન્ડ અને ઘરભાડાના ભથ્થામાં પણ વધારો મળશે.
અમદાવાદ મહાનગરપાલિકા – AMCના વર્તમાન કાર્યરત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. AMC કર્મચારીઓની આ મહિનાનો પગાર દિવાળી પહેલા 20 ઓકોતબરે થશે. સાથે જ પેંશનરોનું પેંશન પણ આજ તારીખે થશે. આ ઉપરાંત AMCના કર્મચારીઓને મેડિકલ એલાઉન્ડ અને ઘરભાડાના ભથ્થામાં પણ વધારો મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 20 ઓક્ટોબરના રોજ પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવશે.
આ મહિને AMCના કર્મચારીઓને 10 દિવસ વહેલા પગારની સાથે સાતમા પગારપંચ મુજબ ઘરભાડાના ભથ્થા અને મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને રૂ.300ની જગ્યાએ રૂ.1000નું મેડિકલ એલાઉન્સ મળશે. આ સાથે સાતમા પગારપંચ મુજબ ઘરભાડું બેઝિક પગારના 24 ટકા આપવામાં આવશે.