ગુજરાત
News of Monday, 3rd October 2022

સુરતમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરોડોનો સટ્ટો રમાડતી ગેંગ ઝડપાઈ: યુક્રેન કનેક્શન ખુલ્યું

47 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિડ કાર્ડ અને 38 આધાર કાર્ડ જપ્ત

સુરતઃ આર્થિક લાભ મેળવવા બનાવટી દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓ ઉભી કરી બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં ઇન્ટરનેશનલ ગેમ્સ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, કશીનો પર ઓનલાઇન સટ્ટો રમી કરોડાના ગેરકાયદેસર આર્થિક વ્યહહારો કરી રાજ્ય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ઇકો સેલે ધરપકડ કરી હતી. અત્યાર સુધી 3 બેન્ક એકાઉન્ટમાં 1217 કરોડની રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. અલગ અલગ બોગસ અને બનાવટી વ્યક્તિ પેઢીના બેંક એકાઉન્ટ તથા ખોટા ભાડા કરારો -૧૬, બનાવટી પેઢીના નામના બોર્ડ - ૦૯, બેનરો – ૦૬ તેમજ અલગ અલગ બેંકની પાસબુક -૦૮,ચેકબુક પર અને અલગ અલગ કંપનીનાં સીમકાર્ડ- ૭૫ તથા અલગ અલગ વ્યક્તીઓના નામના આધારકાર્ડ- ૩૦, પાનકાર્ડ - ૦૮ તથા ડેબીટકાર્ડ- ૫૩ તથા અલગઅલગ ફર્મના પ્રોપરાઇટર અંગેના સીક્કાઓ – ૨૫ મળી આવેલ છે.

સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ટેક્ષટાઇલ અને હીરાના વેપારનુ હબ છે. જેમાં ઘણા મોટા ગેરકાયદેસરના આર્થિક લેવડ-દેવડ થતા હોય છે, જેનાથી અર્થતંત્ર પર પણ અસર થતી હોય છે. અને આવા ગેરકાયદેસરના નાણાની આર્થીક લેવડ દેવડ કરતા ઇસમો પર વોચ રાખી હટીમ જેમાં ઇકો સેલને બાતમી મળી હતી કે બાતમી ડિંડોલી રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નં.૧૧૯ માં હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા તથા ઋષિકેશ શિદે નાઓ સાથે મળી અલગ અલગ વ્યક્તિઓ પાસે તેમના નામના ઓળખના પુરાવાઓ મેળવી તેમના નામના પોતે રાખેલ દુકાનના ભાડા કરાર તૈયાર કરી તેમાં દુકાન માલિકના નામની ખોટી સહીઓ કરી ઓળખના પુરાવાઓ તેમજ ખોટી સહીવાળા ભાડા કરારનો ઉપયોગ કરી ગુમાસ્તાધારા હેઠળ ડમી પેઢીના નામે લાયસન્સ મેળવી તે ડમી પેઢીના નામે અલગ અલગ બેન્કમાં લગત વ્યક્તિઓના નામના એકાઉન્ટ ખોલાવી મોબાઇલ ફોનના સીમકાર્ડ મેળવીને બેન્ક એકાઉન્ટ લગત લોગીન કરતા હતા.

 

બાદમાં આઇ.ડી સીમકાર્ડનું ગેરકાયદેસર રીતે ઇન્ટર નેશનલ ગેમ્સ ફૂટબોલ, કશીનો, ક્રિકેટ, ટેનિસ જેવી રમતો પર બેટીંગ એપથી મેળવેલ નાણા માટે લેવડ-દેવડના હેતુઓમાં ઉપયોગ કરવા માટે હુઝેફા કૌસર મસાંકરવાલા નામના વ્યક્તિને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જે બાતમીના આધારે હરીશ જરીવાળા, ઋષિકેશ સીદે, હુફેઝા અને રાજ સાહ ની ધરપકડ કરી હતી. પોલીસે  અલગઅલગ બોગસ અને બનાવટી વ્યક્તી પેઢીના બેંક એકાઉન્ટ તથા ખોટા ભાડા કરારો - ૧૬, બનાવટી પેઢીના નામના બોર્ડ - ૦૯, બેનરો – ૦૬ તેમજ અલગ અલગ બેંકની પાસબુક - ૦૮,ચેકબુક પર અને અલગ અલગ કંપનીનાં સીમકાર્ડ - ૭૫ તથા અલગ અલગ વ્યક્તીઓના નામના આધારકાર્ડ - ૩૦, પાનકાર્ડ - ૦૮ તથા ડેબીટકાર્ડ - ૫૩ તથા અલગ અલગ ફર્મના પ્રોપરાઇટર અંગેના સીક્કાઓ – ૨૫ કબ્જે કર્યા હતા.

વધુમાં મળી આવેલ આધારકાર્ડ પૈકી કેટલાક આધારકાર્ડમાં પકડાયેલ આરોપી રૂષીકેશ શીન્દેના ફોટાવાળા અલગ અલગ ૦૮ આધારકાર્ડ મળેલ જેમાં કાર્ડ ધારકના નામ સરનામાં અન્ય વ્યક્તીઓના નામે છે. તેમજ અન્ય મળી આવેલ આધારકાર્ડમાં કાર્ડ ધારકનો ફોટો એકસરખો જણાય આવેલ પરંતુ નામા સરનામા અલગ અલગ દર્શાવેલ છે. જે બનાવટી આધારકાર્ડ આરોપીઓએ કોરલ ડ્રો નામના સોફ્ટવેર દ્વારા બનાવેલાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આ ઉપરાંત મળી આવેલ ભાડા કરારોમાં કેટલાક ભાડા કરાર એક જ સમયના અલગ અલગ વ્યક્તિઓના નામના એક જ દુકાનના હોવાનું બહાર આવ્યું હતું.

 

(11:09 pm IST)