ગુજરાત
News of Tuesday, 3rd November 2020

પૈસા વસૂલવા માટે કરંટ, ડામ અપાતાં યુવકનું મોત

સુરત શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા : વ્યાજખોરોએ ઓફિસમાં લઈ જઈને માર મારીને રસ્તા પર છોડી દેતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

સુરત, તા. : સુરતમાં વ્યાજખોરો નો ત્રાસ સામે આવ્યો છે. જેમાં ૨૦ હજાર રૂપિયાની લેતીદેતીમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવમાં વ્યાજખોરોથી ત્રાસીને યુવકે આત્મહત્યા કરી નથી પરંતુ વ્યાજખોરોએ યુવકને હદે માર માર્યો કે યુવકનું મારના કારણે મોત નિપજ્યું હતું. વ્યાજખોરોએ યુવકનું અપહરણ કર્યું હતું અને તેને વ્યાજખોરોની ઓફિસમાં લઈ જઈ માર મારી તેને ગંભીર રીતે રસ્તે રઝળતો છોડી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મામલે વરાછા પોલીસે  હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે લાલા પટેલ પોતે અશ્વિની કુમાર સ્મશાનમાં મૃત બાળકોની દફન વિધિનું કામ કરતો હતો. વિજયએ કોઈ જરૂરત હોઈ તેથી તેણે ભાવેશ તકલી નામના યુવક પાસે વ્યાજે ૨૦ હજાર રૂપિયા લીધા હતા. વિજય સમય વીતી જવા રૂપિયા નહીં ચૂકવી શકતા ભાવેશ તકલી અને તેના સાથી તેને તેની કામ ધંધાવાળી જગ્યા સ્મશાન પાસેથી ઊંચકી લઈ ગયા હતા અને ત્યાં તેના આકા અટકે કે ધનરાજ માછીની ઓફીસમાં લઇ ગયા હતા. તેને ધનરાજ અને તેના સાથીઓએ મળી ઢોર માર માર્યો હતો અને અધમરો કરી સ્મશાન બહાર બાઇક ઉપર ફેંકી આવ્યા હતા. મારને લઈ ગંભીર રીતે ઘાયલ વિજયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુંનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ત્યારે પકડાયેલા આરોપીની વાત કરીએ તો તેનો મુખ્ય આરોપી ધનરાજનો આંતક એટલો બધો છે કે, તે જો કોઈ વ્યક્તિ એક પણ વ્યાજ નહીં ચૂકવે તો તેં તેની ઓફીસમાં લઇ જઇ ત્યાં તેને તાલિબાની સજા આપતો હતો.તેને હાથકડી પહેરાવી તેને કરન્ટ પણ આપતો એટલું નહીં તે યુવકોને દામ પણ આપતો. ધનરાજના એટલો ત્રાસ હતો કે લોકો તે વિસ્તારમાં ધનરાજથી ખૌફમાં રહેતા સૂત્રોના હવાલા મુજબ વાત કરીએ તો ધનરાજની ઓફીસમાં કેટલાક ખાખી વર્ધી ધારીનું પણ આવા જવાનું હતું.

હાલ તો ચારે આરોપીની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી લીધી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે તેણે રીતે અન્ય કેટલાં લોકો પર માનવ્ય કૃત્ય કર્યું છે.

(9:13 pm IST)