ગુજરાત
News of Tuesday, 3rd November 2020

શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં અશ્લિલ વીડિયો મૂકતાં હોબાળો

અંકલેશ્વરની શાળાના શિક્ષકના કાળાં કરતૂત : જીઆઈડીસી પોલીસની શિક્ષકને અટકાયત કરી વધુ તપાસ

અંકલેશ્વર, તા. : રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે ઓનલાઈન બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં શિક્ષકની અશ્લીલતા સામે આવી છે. ભરૂચના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં અશ્લીલ વીડિયો મોકલી દીધા હતો. ત્યારબાદ અશ્લીલ પોસ્ટ કરનારા શિક્ષકને વાલીઓને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. સરસ્વતી વિદ્યામંદિર શાળાના શિક્ષકની કરતૂત સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. ઓનલાઈન અભ્યાસના ગ્રુપમાં વીડિયો મૂક્યો હતો. બાળકોના અભ્યાસ માટે ગ્રુપ બનાવાયું હતું, જેમાં શિક્ષકની કરતૂત સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની હાલ અટકાયત કરી છે. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને પગલે અત્યારે સ્કૂલો બંધ છે. ત્યારે હાલ, ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે.

(9:14 pm IST)