ગુજરાત
News of Tuesday, 3rd November 2020

આઇ. એ. એસ. કેડરના ૧૩ અધિકારીઓની મતદાર યાદી નિરીક્ષક તરીકે નિમણૂક

અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં અવંતિકાસિંઘ ઔલખઃ રાજકોટ-મોરબીમાં મનીષા ચંદ્રાઃ પોરબંદર, સોમનાથ, જુનાગઢમાં ડી. જી. પટેલઃ સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદનો હવાલો રાકેશ શંકરને

રાજકોટ તા. ૩ :.. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત રાજયના ૧૩ સિનીયર આઇ. એ. એસ. અધિકારીઓને મતદાર યાદી નિરીક્ષક (રોલ ઓબ્ઝર્વર) તરીકે જિલ્લાવાર જવાબદારી સોંપી છે.

ગુજરાતના સૌથી મોટા અમદાવાદ જિલ્લાની અને સાથે પાટનગર ગાંધીનગર જિલ્લાની જવાબદારી ગુજરાત મેરીટાઇમ બોર્ડના સી. ઇ. ઓ. શ્રીમતી અવંતિકાસિંઘ ઔલખને સોંપાયેલ છે. મહિલા, બાળ કલ્યાણ કમિશનર મનીષા ચંદ્રા રાજકોટ અને મોરબી જિલ્લામાં જવાબદારી સંભાળશે. સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદના ઓબ્ઝર્વર તરીકે સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરને નિયુકત કરાયેલ છે. પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક ડી. જી. પટેલ રોલ ઓબ્ઝર્વર તરીકે કામગીરી પટેલ રોલ ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરશે. જામનગર, દ્વારકા અને અમરેલીમાં સહકાર સચિવ એન. બી. ઉપાધ્યાયને નિમણુંક અપાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે તા. ૯ નવેમ્બરથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરી શરૂ થનાર છે.

(11:52 am IST)