ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતની ડાયમંડ ફેકટરીમાં એકસામટા 22 કારીગરોને કોરોના સંક્રમિત : ભારે ફફડાટ : કારખાનાને સીલ કરાયું

મોટા ભાગના હીરાના કારીગરો એકસાથે જમતા હોવાનુ સામે આવ્યું

સુરતઃ સુરતમાં ફરીથી ડાયમંડ ફેક્ટરીમાં કોરોના વાયરસના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. ગોપીપુરા, તીનબત્તી વિસ્તારમાં સ્થિત ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં કાર્યરત 192 કર્મચારી ઓના ઍન્ટિજેન ટેસ્ટ દરમિયાન કુલ 22 વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઍક જ વિભાગમાંથી બે દિવસમાં 22 પોઝિટિવ કર્મચારીઓ મળી આવતાં મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા હીરાનું કારખાનું સીલ કરી દીધું છે. મોટા ભાગના હીરાના કારીગરો એકસાથે જમતા હોવાનુ સામે આવ્યું હતું . જમતી વખતે બધા એક સાથે હોઈ અને માસ્ક પણ ના હોઈ જેથી જ સંક્રમણ ફેલાયું છે.

ઍન્ટિજેન ટેસ્ટની ઝૂંબેશ દરમિયાન ગત શનિવારે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. કુલ 70 ટેસ્ટ શનિવારે કરાયા હતા. જેમાં કુલ 4 પોઝિટિવ કર્મચારી ઓ મળી આવ્યા હતા. કારખાનામાં 200થી વધુ કર્મચારીઓ કામ કરતા હોવાથી આજે ફરીથી સેન્ટ્રલ ઝોનની સ્ટેટિક ટીમ દ્વારા કારખાનામાં ટેસ્ટની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

આજે કારખાનામાં હાજર વધુ 122 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 18 કર્મચારીના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ મળ્યા છે. સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી હીરાના કારખાનાને સીલ કરી દીધું છે.

(11:27 pm IST)