ગુજરાત
News of Tuesday, 3rd November 2020

કપરાડા બેઠક પર 85 વર્ષના દંપત્તિએ સૌથી પહેલાં મતદાન કર્યુ

કડકકોપરના જુના પટેલ ફળિયાના રહેવાસી પટેલ દંપત્તિએ વદ્ધાવસ્થામાં પણ મતદાન પ્રત્યે જાગૃકતા દર્શાવી

અમદાવાદ : રાજ્યમાં 8 વિધાનસભા બેઠક પર મતદાનની શરુઆત થઇ છે દક્ષિણ ગુજરાતની કપરાડા બેઠક પર 85 વર્ષના દંપત્તિએ સૌથી પહેલાં મતદાન કર્યુ  હતું. કડકકોપરના જુના પટેલ ફળિયાના રહેવાસી છનાભાઇ રવિયાભાઇ પટેલ અને તેમનાં પત્ની ઝમુબેને મતદાન શરુ થયા બાદ સૌથી પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પટેલ દંપત્તિએ વદ્ધાવસ્થામાં પણ મતદાન પ્રત્યે જાગૃકતા દર્શાવે હતી. કપરાડા બેઠક પર સવારે 9 વાગ્યા સુધી બે કલાકમાં 6.2 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવારનો ઉમેદવાર જીતુ ચૌધરી પણ મતદાન કરનારાઓમાં સામેલ છે.

(10:58 am IST)