News of Tuesday, 3rd November 2020
કપરાડા બેઠક પર મતદાનનો ઉત્સાહ : જિલ્લા પોલીસ ખડેપગે : મહારાષ્ટ્રથી એસઆરપીની 3 ટુકડી બોલવાઈ
વલસાડમાં કપરાડા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારે 11 કલાક સુધીમાં આ બેઠક પર 16 ટકા મતદાન નોંધાયું હતું.
કપરાડાની ચૂંટણીમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલ માં થાય એ માટે વલસાડ જિલ્લા પોલીસ ખડે પગે તૈયાર રહી હતી. આ સાથે આ ચૂંટણી માટે મહારાષ્ટ્ર થી એસઆરપી ની 3 ટુકડી બોલવાઈ હતી. મતદાનમાં સવારથી જ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.
(11:46 am IST)