ગુજરાત
News of Tuesday, 3rd November 2020

ર૦ર૦ના અંત સુધીમાં

રેલ્વે નેટવર્કથી જોડાઇ જશે કેવડિયા...

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ કી.મી. દૂર સુધી આ ટ્રેન પ્રવાસીને પહોંચાડશે

નવી દિલ્હી : ગુજરાતનું કેવડિયા આ વર્ષના અંત સુધીમાં રેલ્વે નેટવર્કથી જોડાઇ જશે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાંચ કિ.મી.નાં અંતર સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે.

ટ્રેન શરૂ થયા બાદ વડોદરાથી માત્ર ૪પ મીનીટમાં કેવડીયા પહોંચી શકાશે. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઇઓ વી. કે. યાદવે જણાવ્યું હતું કે કેવડિયા રેલ્વે લિન્ક પ્રોજેકટ માટે જમીન સંપાદન ૧૦૦ ટકા થઇ ચૂકયું છે. ડભોઇ-ચાણોદના ૧૮ કિ.મી.ના રૂટ પર ગેજ કન્વર્ઝનનું કામ થઇ ચૂકયું છે. અને ચાણોદ તથા કેવડિયા વચ્ચે ૩ર કી.મી.ની નવી રેલ્વે લાઇન બિછાવવામાં આવી છે. લાઇનનું કામ આગામી બે સપ્તાહમાં પૂર્ણ થઇ જશે.

(11:51 am IST)