ગુજરાત
News of Tuesday, 3rd November 2020

મોડાસા સબજેલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 71 કેદીઓ સંક્રમિત : 2 કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે : ભારે ફફડાટ

નગર પાલિકા તેમજ આરોગ્યની ટીમ દ્વારા સતત સર્વેલન્સ: 25 દર્દી સાર્વજનિક તેમજ 29 દર્દી વાત્રકમાં દાખલ

અરવલ્લી : અરવલ્લી જિલ્લાની મોડાસા સબજેલમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. જેમાં એકસાથે જેલના 71 કેદીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોડાસા સબ જેલમાં જેલ વહીવટી તંત્ર અને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 71 જેટલા કેદીઓમાં કોરોનાના લક્ષણો જણાતા ફફડાટ ફેલાયો હતો.

મોડાસા નગર પાલિકા તેમને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે સતત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેલમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 71 કેદીઓ ઉપરાંત જેલના બે કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા.

હાલ 25 દર્દીઓને સાર્વજનિક તેમજ 29 દર્દીઓને વાત્રકમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સિવાય બાકી બચેલા અન્ય દર્દીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.

(12:34 pm IST)