ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલઃ કોરોના ટેસ્ટ નેગેટિવઃ તબીયત સુધારા પર

રાજકોટના પૂર્વ અને અમદાવાદના હાલના પોલીસ કમિશનરને ફેફસામાં ઈન્ફેકેશન સાથે તાવ : લોકોની સુરક્ષા માટે રાત દિવસ કામને કારણે સ્વાસ્થ્ય પર અસરઃ પોલીસ કમિશનર નો ચાર્જ અમિત વિશ્વકર્માનેઃ મારી નહિ લોકોની ચિંતા કરજોઃ સીપી ની ગેરહાજરીમાં જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી ટીમ દ્વારા સઘન રાત્રી પેટ્રોલીંગઃ શંકાસ્પદ કારોની ડેકીઓ તપાસવા સાથે ચોર ખાનાની પણ શોધખોળ

રાજકોટ તા.૩: રાજકોટના ભૂતપૂર્વ અને અમદાવાદના હાલના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ને તાવ આવવાના પગલે તેમના ફેફસામાં ઇન્ફેકેશન આવવાના પગલે અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસ કમિશનરની તાત્કાલિક ચાર્જ સિટી ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વકર્માને આપ્યો છે.

દરમ્યાન પોલીસ કમિશનરની ગેરહાજરીમાં કાયદો વ્યવસ્થા ખોરવાય નહિ અને સ્ટાફ ના મનોબળ પર અશર ન થાય તે માટે અમદાવાદનાં જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી મધરાતે રાત્રિ પેટ્રોલિંગમાં નીકળી પડ્યા હતા.

અજય ચોધરી દ્વારા શંકાસ્પદ કારોનું ચેકીંગ કરવા સાથે તેની ડેકિયો ખીલવવા સાથે તેમાં કોઈ ચોર ખાના છે કે કેમ? તે બાબત પણ ચકાસવામાં આવવાના કારણે તાબાના તમામ સ્ટાફે પણ આઇજી કેડરના આ સિનિયર આઇપીએસની નિષ્ઠાથી ખૂબ પ્રભાવિત થઈ અમદાવાદ પોલીસ ના ડીસીપીથી લઈ તમામ પીઆઈ તથા પીએસઆઈ પણ પોલીસ કમિશનર તથા જોઇન્ટ પોલીસ કમિશનર ની પેટર્ન મુજબ જ અમદાવાદના લોકોની જાન માળની સુરક્ષા માટે રાત્રિ પેટ્રોલિંગ ચુસ્ત બનાવ્યું છે.

દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તબીયત સુધારા પર છે. અમદાવાદનાં લોકોની સલામતી માટે રાત દિવસ ચિંતા કરતા આ ડીજીપી લેવ લના અફસરે પોલીસ લોકોની ફરિયાદ નોંધે છે કે કેમ તે માટે વેષ પલટો કરી પોલીસ મથકે પોહચવા સાથે રાત્રે પોલીસ પેટ્રોલિંગ કેવું છે તે ચકાસવા મધરાતે નીકળી પડતા અને વિડિયો કોનફરન્સ દ્વારા ચેતવણી આપેલ જે આવી કામ તરફની નિષ્ઠા અને દોડધામને કારણે તબિયત પર અસર થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

(3:06 pm IST)