ગુજરાત
News of Tuesday, 3rd November 2020

એક સમયે કોઈને ટપકાવી દેવાની ચર્ચા કરતાં ખુખાર કેદીઓ ટપક પધ્ધતિથી ખેતી કરે છે

રકત વહેવડાવું જેમને માટે રમત વાત હતીઃ તે આજે સખત પરસેવો વહેવડાવી ૧૫ એકરમાં શાકભાજી ઉગાડી કોરોના કાળમાં કેદીઓ સરકારની તિજોરીઓ પર ઓછા બીજના જેલ પ્રશાસનના પ્રયત્નોમાં જોડાયા રહ્યા છે તે એક પ્રકારની ક્રાંતિ જ છેઃ અનોખા પરિવર્તનની અનોખી કથા અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના જેલ વડા ડો. કે.એલ. એન.રાવ વર્ણવે છે

સેન્ટ્રલ જેલ પાછળ આવેલી ૧૫ વીઘા જમીન પર જેલના કેદીઓ ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી કરતા થયા છેઃ પાણીની બચત થાય તે માટે ટપક સિંચાઈ પધ્ધતિનો અમલ શરૂ કર્યો છે

રાજકોટ તા.૩: એક યુગમાં કોઈને ટપકાવી દેવા અર્થાત્ કોઈની હત્યા કરવાના કાર્યમાં જેમના નામોની ચર્ચા થતી તેવા કેદીઓનો જીવન પલટો થયો છે અને હવે આવા કેદીઓ કોઈને ટપકાવી દેવાની ચર્ચા બદલે ટપક સિંચાઇ પદ્ઘતિ થી ખેતી કરી રહ્યા છે તેવી વાત કોઈ કરે તો સ્વાભાવિક રીતે માન્યામાં ન આવે પરંતુ આ હકિકત છે અને આવો ચમત્કાર સજર્યો છે.

ગુજરાતના એડિશનલ ડીજીપી લેવલના જેલ વડા કે જેઓ જેલમાં રહેલ કેદીઓ બહાર નીકળી ફરી ગુનાહાંના રસ્તે ન વળે માટે રાજયોની જેલોમાં અનેક ઉદ્યોગોને નવું સ્વરૂપ આપ્યું છે. તેવો જણાવેલ કે વડોદરાની સેન્ટ્રલ જેલ પાછળ મસમોટી ખાલી જમીનો પર ૧૫ વિઘામાં કેદીઓ ટપક પધ્ધતિ જેવી આધુનિક પધ્ધતિથી ૧૫ એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે.

 આ શાકભાજીનો ઉપયોગ કેદીઓના ભોજનમા કરવામાં આવે છે અને બીજું વધારાનું શાક બજારમાં વેંચી કોરોના કાળમાં સરકારી તીજુરી પર ઓછું ભારણ આવે તેવો ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેવું યોગદાન આપીએ છે તેનો જેલ સ્ટાફ તથા કેદીઓને પણ સંતોષ છે. ડો. કે. એલ. એન.રાવ કહે છેકે એક યુગમાં રકત ટપકવવો જેને મન સામાન્ય બાબત હતી. તેવા પાકા કામના કેદીઓ વધુને વધુ પાક માટે વધુને વધુ પરસેવો વડોદરા સેન્ટ્રલ જેલના સુપરિટેન્ડેન્ટ બળદેવસિંહ વાઘેલા ટીમના માર્ગદર્શનમાં વહાવી રહ્યાં છે.

(3:42 pm IST)