ગુજરાત
News of Tuesday, 3rd November 2020

પહેલા કોંગ્રેસના ધારાસભ્‍યો ખરીદ્યા હવે મતદારોને ખરીદવા નીકળ્‍યા છે, ભાજપ હાર ભાળી ગઇ છેઃ કોંગ્રેસના પ્રવક્‍તા જયરાજસિંહ પરમારની સટાસટી

અમદાવાદ: કરજણમાં ભાજપ દ્વારા મતદાનને લઇને પૈસા આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘જે વીડિયો સામે આવ્યો છે તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ હાર ભાળી ગઈ છે. પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને હવે મતદારોને ખરીદવા નીકળ્યાં છે. ભાજપ આવા હાથકંડા અપનાવી સફળ નહીં થાય. ભાજપ આવા ગોરખધંધા કરી ચૂંટણી જીતવા માંગે છે. બેશરમ લોકો છે. આ તો ઉપરથી ચાલતી આવતી ગંગા છે. નરેન્દ્ર ભાઇ અને અમિતભાઇ જે રીતે સત્તાનો દૂરુપયોગ કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ખબર છે કે આપણને કઇ થવાનું નથી. ચૂંટણી પંચ અમારા ખિસ્સામાં જ છે, પોલીસ પણ અમારા ખિસ્સામાં છે એટલે તેઓ બેફામ થઇ ગયા છે. બુથની અંદર જઇને ખેસ પહેરીને જાય અને પત્રિકા વહેંચે, આ ધરાર ચૂંટણી પંચનું અને દેશના બંધારણનું અપમાન છે. ભાજપ આ અંગે માફી માંગે.

વધુમાં સોમા પટેલના વીડિયો અંગે પણ જયરાજસિંહ પરમારે સી.આર. પાટીલના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેઓએ જણાવ્યું કે, સી.આર.પાટીલ એવું કહે છે કે આમાં સોમા પટેલ સ્પષ્ટ દેખાતા નથી.

શું આ સની લિયોનીનો વીડિયો છે કે તેને HDમાં ઉતારવાનો હોય. સ્ટિંગ ઓપરેશન આવાં જ હોય એચડીમાં ના હોય. ગમે ત્યારે ચાહે ત્યારે ભાજપ અને પોલીસ ગમે તેને પકડી લેશે. શું પૈસા પકડાય તે ચૂંટણીમાં વપરાવાના છે એવું કોને કીધું. શું કોંગ્રેસ કે ભાજપના કાર્યકર્તા ગાડીમાં પૈસા ના લઇ જઇ શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘પોલીસે બંધારણને વફાદાર રહેવું જોઈએ. તંત્રએ કોઈ પક્ષના વફાદાર ના રહેવું જોઈએ. ગામનો રોષ સરકારની સામે છે. સરકારે કોઈ કામ કર્યું નથી. લોકશાહીમાં મત આપવો જોઈએ. સરકારની સામે રોષ વ્યકત કરવા સરકારની સામે મતદાન કરવું જોઈએ. બહિષ્કાર કરવાથી આનો ઉકેલ નહીં આવે.

(4:43 pm IST)