ગુજરાત
News of Tuesday, 3rd November 2020

લીંબડીના ભેંસજાળ સહિત પાંચથી છ ગામોમાં બોગસ વોટિંગઃ કોંગ્રેસના પોલીંગ એજન્‍ટોને મતદાન મથકથી બહાર કઢાયાઃ કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરની ફરિયાદ

લીંબડીઃ લીંબડીના પાંચથી છ ગામમાં બોગસ મતદાનનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. લીંબડી કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે જણાવ્યું છે કે લીંબડીના પાંચથી છ ગામમાં બોગસ વોટિંગ થઈ રહ્યુ છે. બોગસ વોટિંગ થાય તે માટે કોંગ્રેસના પોલિંગ એજન્ટોને મતદાન મથકની બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે આ માટેની ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી છે. તેમણે લીંબડીના ભેંસજાળ ગામ સહિતના પાંચથી છ ગામમાં બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.

(4:47 pm IST)