ગુજરાત
News of Tuesday, 3rd November 2020

આરટીઓએ કાચા લાયસન્સવાળા વાહન ચાલકોને આપી રાહતઃ પરીક્ષા માટેનો સમય સવારે ૯થી સાંજે ૫.૩૦ સુધીનો કર્યોઃ હવે ધરમધક્કા નહીં થાય

અમદાવાદ: રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર વિભાગે કાચા ડ્રાઇવિંગ લાયસન્સ માટે આપવામાં આવતી પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. હવે તમારા નજીકમાં આવેલી ITI કચેરીએ બપોરની જગ્યાએ સવારથી પરીક્ષા લેવાનું શરુ થશે. સમયમાં ફેરફાર કરી હવે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે. પહેલા પરીક્ષા બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી લેવાતી હતી. નવા ફેરફાર સાથે અરજદારોએ સમય અને ધક્કા ખાવામાં છૂટકારો મળશે. RTOએ નવી 43,200 નવી એપોઇન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે.

ITI કચેરીઓમાં હવે સવારે 9 વાગ્યાથી કાચા ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટરની પરીક્ષા લેવાશે. ઉલ્લેખનિય છે કે ITI કચેરીમાં બપોરે 2.30 વાગ્યા પછી ટેસ્ટ લેવાતી હતી. પરંતુ હવે કચેરીનો સમયમાં ફેરફાર કરી સવારે 9થી સાંજે 5.30 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. હવે વધુ અરજદારો કાચા ડ્રાઇિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટરની પરીક્ષા આપી શકે તે માટે દરરોજની એક ITI કચેરીમાં નવી 48 એપોઈમેન્ટ વધારી દેવામાં આવી છે. નવી એપોઈમેન્ટ ખૂલી મુકાતા હવે ખુબ જ ઝડપી એપોઈન્ટમેન્ટ મળી રહી છે.

દરમિયાન અરજદારોને પડતી હાલાકીને ધ્યાને લઈ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ITI કચેરી બપોરે 2.30થી 5.3 વાગ્યાને બદલે સવારે 9થી સાંજે 5.30 વાગ્યા સુધી કાર્યરત કરવા નિર્ણય લીધો હતો. જેને પગલે હવે ITI કચેરીમાં સવારે 9 વાગ્યાથી કાચા લાયસન્સ લાઈસન્સની કોમ્પ્યુટર પરીક્ષા લેવાશે. આ સાથે જ એક ITI કચેરીની દરરોજની 48 નવી એપોઈમેન્ટ ખુલ્લી મૂકવામાં આવી છે. તેથી 90 દિવસ માટે 43,200 નવી એપોઈમેન્ટ ખુલી જતાં અરજદારોને સરળતાથી એપોઈમેન્ટ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે પહેલા ITI કચેરીમાં કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની ટેસ્ટ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોનો સમય બગડતો હતો અને ધક્કા ખાવા પડતા હતા. પરંતુ રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે અરજદારોનો સમય અને ધક્કા ખાવામાંથી મુક્તી મળી છે.

(5:37 pm IST)