ગુજરાત
News of Tuesday, 3rd November 2020

અમદાવાદ:દહેગામની પરિણીતા પર નશાની હાલતમાં ત્રણ યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ:દહેગામની મહિલાને કુબેનગરમાં દારૃ પીને ત્રણ યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમીએ મહિલાને પોતાના ઘરમાં ગાંેધી રાખી હતી અને ઠંડા પીણામાં કેફી દ્વવ્ય પાવડાવીને કૃત્ય કર્યું હતું. ક્રાઇમ બ્રાંચે સૈજપુરમાં છૂપાયેલા ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.

  કેસની વિગત  એવી છે કે  દહેગામમાં રહેતી અને દાણીલીમડામાં કાપડની ફેકટરીમાં  નોકરી કરતી ૩૦ વર્ષની પરણિતા તા.૩૧ના રોજ સવારે નોકરી જવા માટે નીકળી હતી અને નરોડા પાટીયા પાસે  આવી પહોચી હતી તે સમયે   કુબેનગરમાં આદર્શ સ્કૂલ પાસે  જય ભવાની કોલોનીમાં રહેતા મહિલાના પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમ અરજનદાસ સિધીએ ફોેન કરીને તેના મિત્ર લંબુને લેવા માટે મોકલ્યો હતો.

(5:41 pm IST)