ગુજરાત
News of Tuesday, 3rd November 2020

વડોદરા-સાવલી રોડ નજીક પૂરપર ઝડપે જતા ડમ્પર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા બે કિશોરના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા

વડોદરા: વડોદરા -સાવલી રોડ પર પૂરઝડપે દોડતા ડમ્પરના ડ્રાયવરે સ્કુટર સવારને અડફેટે લેતા બે  કિશોરના કરૃણ મોત થયા છેઅકસ્માત કરીને ડમ્પર છોડીને ભાગી  ગયેલા ડ્રાયવરની ભાદરવા પોલીસે શોધખોળ  હાથ ધરી છે

રણોલી ગામ ભાથીજી ફળિયામાં રહેતા કમલેશભાઇ વિઠ્ઠલભાઇ  સોલંકી રણોલી જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગઇકાલે રવિવારની રજા હોય કમલેશભાઇ તેમનો પુત્ર અને ભત્રીજો બાઇક લઇને ભમ્સરછોડા માતાજીના દર્શન કરવા માટે ગયા હતાતેમની સાથે તેમનો મિત્ર સુરેશભાઇ શનાભાઇ સોલંકી પણ સ્કુટર લઇને પુત્ર અને અન્ય એક કિશોર સાથે દર્શન કરવા ગયા હતા

સાંજે સાડા ચાર વાગ્યે  તેઓ દર્શન કરીને ઘરે પરત આવતા હતાસાવલી વડોદરા રોડ પર ટુંડાવ ગામ નજીક પાછળથી પુરઝડપે આવતા ડમ્પર ચાલકે સુરેશભાઇના  મોપેડને  ટક્કર મારતા સુરેશભાઇના સ્કુટરની પાછળ બેઠેલા તેમનો પુત્ર અને અન્ય કિશોર રોડ પર ફંગોળાઇને ફેકાયા હતા. રોડ પર ફેકાયેલા બંન્ને કિશોર પર ડમ્પરના તોતીંગ પૈડા ફરી વળતા સુરેશભાઇના પુત્રનું  ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત  નિપજ્યુ હતુ. જ્યારે અન્ય કિશોરને ગંભીર ઇજા પહોંચતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું પણ મોત નિપજ્યુ છે.જ્યારે અકસ્માત પછી ડમ્પર રોડ પર ઉભુ રાખીને  ભાગી જનાર ડ્રાયવર સામે ભાદરવા પોલીસે ગુનો નોધી તેને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

(5:50 pm IST)