ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતાએ ઘરકંકાસમાં કંટાળી પંખા સાથે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરમાં નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જીઆઈડીસી રોડ પર આવેલ સંચાના ખાતામાં રહેતા 26 વર્ષીય પ્રિયકાબેન હીરામણીભાઈ તિવારી સોમવારે બપોરથી સાંજ દરમિયાન રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે પ્રિયંકાબેન મૂળ મધ્યપ્રદેશના શિરીવાનીના વતની હતા. જોકે પ્રિયંકાબેન ગૃહ કંકાસમાં પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ તપાસ દરમિયાન સ્પષ્ટ થશે તેમને બે સંતાન છે. તેમના પતિ ત્યાં સંચાખાતામાં કામ કરે છે. અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)