ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતના અમરોલીમાં આવેલ મકાનમાં રહસ્યમય સંજોગોમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી: પરિવારના સભ્યોનો આબાદ બચાવ

સુરત,: શહેરના અમરોલી ગામમાં આજે સવારે એક મકાનમાં રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ સાથે બૂમાબૂમ થઈ જવા પામી હતી. જોકે આગ લાગી કે લગાડવામાં આવી છે. તે અંગે સંકા કુશંકાઓ સેવાય રહી છે.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અમરોલી ગામમાં જૂની મસ્જિદની પાછળ ગલીમાં એક મકાનમાં આજે સવારે રહસ્યમય સંજોગોમાં આગ લાગતાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી, એટલું નહીં પણ આજુબાજુના લોકો જીવ તાળવે ચોંટી જતાં બૂમાબૂમ થઈ હતી. અંગે ફાયર ઓફિસર વિજયકાંન્ત તિવારી ફાયરજવાનો સાથે કોસાડ, કતારગામ, મોટા વરાછા ફાયર સ્ટેશન ગાડી ત્યાં પહોંચી ગઇ હતી.

મોટા વરાછાની ગાડી પરત ગઈ હતી. જોકે ફાયરની ગાડી ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ હતી. જેથી ગાડીને બહાર ઉભી રાખી સો સો ફૂટના પાંચ પાણીના પાઇપ લગાવ્યા હતા.

(5:51 pm IST)