ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતના બામરોલીમાં 23થી વધુ પ્લોટના વેરા બિલમાં નામ ચઢાવવા બોગસ રસીદ આપી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો દાખલ

સુરત: શહેરના બમરોલી રોડની સુર્ય દર્શન સોસાયટીના 23 થી વધુ પ્લોટના વેરા બિલમાં નામ ચઢાવવા બોગસ કબ્જા રસીદ બનાવી મૃતકના નામે અરજી કરનાર બે મહિલા સહિત ચાર વિરૂધ્ધ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાય છે.
બમરોલીના જુના રેવન્યુ સર્વે નં. 176ના બ્લોક નં. 235 વાળી વડીલોપાર્જીત જમીનની પાવરદાર વિઠ્ઠલ મકનભાઇ પટેલે વર્ષ 1990માં સુર્ય નગર હાઉસીંગ સોસાયટીનું આયોજન કરી 150 પ્લોટ અરીમર્ધનસિંહ ધનરાજસિંહ રાજપૂતને કબ્જા રસીદથી વેચાણ કર્યા હતા. દરમ્યાનમાં એસએમસી દ્વારા સુર્યનગર સોસાયટીની કેટલીક જમીનમાંરીઝર્વેશન મુકવામાં આવ્યું હતું અને વર્ષ 2017માં વિઠ્ઠલભાઇએ વેચાણ આપેલા પ્લોટના વેરા બિલમાં નામ ચઢાવવા એસએમસીના ઉધના ઝોનનો સંર્પક કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2016માં વિઠ્ઠલભાઇના વર્ષ 1991માં મૃત્યુ પામેલા પિતા મકનભાઇ વાલાભાઇ પટેલના નામે વેરા બિલમાં નામ ચઢાવવા અરજી કરવામાં આવી છે. જેથી વિઠ્ઠલભાઇ અને તેમના પુત્ર મેહુલે (રહે. સ્કુલ ફળીયું, બમરોલી ગામ) અરજી કોણે કરી છે તે અંગે તપાસ હાથ ધરી હતી.

(5:52 pm IST)